સોમનાથમાં ૧૫૫૧ બાય ૧૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા નીકળી

Tuesday 02nd November 2021 11:02 EDT
 
 

વેરાવળ: સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે સોમનાથ મંદિરની સમીપના સમુદ્ર તટે વોક-વે ઉપર ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈવાળા રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા કાઢવામાં આવી હતી.
૩૧ ઓક્ટોબરે રવિવારે સવારે સોમનાથ મંદિરના તટે વોક-વે ઉપર ગાંધીનગર રાધે-રાધે ગ્રુપ તથા સોમનાથ ટ્રસ્ટ અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૪૦૦ બાળકો સાથે સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર જ ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈ સાથેની રાષ્ટ્રધ્વજ શૌર્યયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વોક-વે ઉપર યાત્રામાં પ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ભારત માતા, સરદાર પટેલની વેશભૂષામાં બાળકો સ્કૂલ લાઈવ બેન્ડ સૂરાવલીઓ રેલાવી કૂચ કરી હતી.


comments powered by Disqus