નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે એપ્રિલમાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. કેન્દ્રીય નાણામંત્રાલય અનુસાર ગત મહિને ૧,૪૧,૩૮૪ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે. તેમાં સીજીએસટી ૨૭,૮૩૭ કરોડ,એસજીએસટી ૩૫,૬૨૧ કરોડ, આઇજીએસટી ૬૮,૪૮૧ કરોડ અને સેસ ૯૪૪૫ કરોડ રૂપિયા છે. માર્ચામાં જીએસટી કલેક્શન ૧,૨૩,૯૦૨ કરોડ રૂપિયાનું હતું. માર્ચની તુલનાએ જીએસટી કલેક્શનમાં પણ ૧૪ ટકાનો વધારો થયો છે.
નાણામંત્રાલયે જણાવ્યું કે JGSTમાં ૨૯,૫૯૯ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મળ્યા છે. મંત્રાલય અનુસાર જીએસટી મહેસૂલી આવકે સતત સાત મહિના દરમિયાન ન ફક્ત એક લાખ કરોડ રૂપિયાના લેવલને સફળતાપૂર્વક પાર કર્યું છે.પણ તેનું સતત વૃદ્વિ પણ નોંધાવી છે.આ આર્થિક સ્થિતિમાં સુધારાના સ્પષ્ટ સંકેત માની શકાય.