ભુજ: કચ્છમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનના અભાવે કોરોના દર્દીઓની સારવાર સંભવ નથી બનતી. જેથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ અને દર્દીઓના પરિવાર પાસે હોસ્પિટલ અને મેનેજમેન્ટની જવાબદારી રહેશે નહીં. એવા પ્રકારના ઓક્સિજન સંમતિપત્ર લખાવી રહી છે. ભુજમાં એકોર્ડ હોસ્પિટલ સહિતની ખાનગી કોવિડ હોસ્પિટલોએ ઓક્સિજન સંમતિપત્રમાં જણાવ્યું છે ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થયો છે આમ છતાં પણ જો પ્રમાણમાં ઘટાડો થાય તો હોસ્પિટલ, મેનેજમેન્ટની જવાબદારી રહેશે નહીં.