કેટલાક ઉદ્યોગપતિઓ-રાજકીય લોકો દ્વારા વેક્સિન આપવા આદર પુનાવાલાને ધમકીઓ

Wednesday 05th May 2021 09:12 EDT
 

લંડન: દુનિયાના સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના હેડ અને સીઈઓ અદાર પુનાવાલાનું કહેવું છે કે, ફોન કૉલ્સ સૌથી ખરાબ બાબત છે. કોરોના વેક્સિન સૌથી પહેલા મેળવવાની હોડમાં મને ફોન પર અત્યંત ખતરનાક રીતે અને અભદ્ર ભાષામાં ધમકીઓ મળી રહી છે. તેમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓથી લઈને મોટા માથાં અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. મને એવું કહીને ધમકીઓ અપાઈ રહી છે કે, જો અમને પહેલા વેક્સિન નહીં આપો, તો તમારા માટે સારું નહીં હોય!
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને સતત ધમકીભર્યાં કોલ આવી રહ્યા છે. પૂનાવાલાએ લંડનમાં ટાઈમ્સ UKને આપેલી એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શક્તિશાળી નેતાઓ અને બિઝનેસમેન તેમને ફોન પર ધમકી આપી રહ્યા છે. બીજીબાજુ આજે એવા સંકેત આપ્યા છે કે તે અન્ય દેશોમાંથી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના કરી રહ્યા છે કારણ કે પુરવઠો પૂરો પાડવા માટે તેમને જે બાંહેધરી આપી છે તે પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂનાવાલાએ એક મુલાકાતમાં આ માહિતી આપી હતી.
બ્રિટીશ અખબાર ‘ધ ટાઈમ્સ’ને અપાયેલા એક ઈન્ટરવ્યૂમાં પુનાવાલાએ કહ્યું કે, વેક્સિન મેળવવાની હોડમાં આશાઓ અને ધમકીઓ વચ્ચેનો ટોન સાંભળીને હું હેરાન છું. તમામને લાગે છે કે, વેક્સિન તો પહેલા તેમને જ મળવી જોઈએ. જોકે, તેઓ એ સમજવા તૈયાર નથી કે, કોઈ બીજાને પહેલા વેક્સિન કેમ મળવી જોઈએ. જ્યારે પણ વેક્સિન મુદ્દે મારી કોઈ સાથે ફોન પર વાત થાય છે, ત્યારે શરૂઆત સારી હોય છે, પરંતુ જેવા તેઓ તેમની માંગ સૌથી પહેલા પૂરી કરવાની વાત કરે છે અને હું મારો મુદ્દો રજૂ કરું છુ, ત્યારે આખી વાત બીજી દિશામાં ચાલુ થાય છે. લોકો મને ધમકી આપે છે અને કહે છે કે, વેક્સિન નહીં આપો તો તમારા માટે સારું નહીં હોય. આ સભ્ય ભાષા નથી. તેઓ એવું કહેવા માંગે છે કે, જો તેમને વેક્સિન નહીં મળે, તો તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે. મારી સૌથી મોટી ચિંતા આ છે.’
પુનાવાલાએ કહ્યું કે, ‘હું પત્ની અને બાળકો સાથે લંડનમાં એટલે છું કારણ કે, બ્રિટનમાં વિમાન સેવા બંધ છે. પરંતુ હું આવી સ્થિતિમાં ભારત જવા નથી ઈચ્છતો, જ્યાં હું તેમની માંગ પ્રમાણે રસીનો પુરવઠો પહોંચાડી નહીં શકું. ત્યાં હું એકલો કામ કરતો રહું અને છેવટે ઠીકરું પણ મારા માથે ફોડી દેવાય એવું પણ હું નથી ઈચ્છતો.’
એસ્ટ્રોજેનેકા વેક્સિનનું ઉત્પાદન બીજા દેશમાં, ટુંકમાં જાહેરાત થશે
અદાર પુનાવાલાએ કહ્યું કે, સીરમ બીજા દેશોમાં એસ્ટ્રજેનેકા વેક્સિન ઉત્પાદનની યોજના બનાવી રહી છે. બ્રિટનમાં કે બીજા કોઇ દેશમાં તેની જાહેરાત અને ટુંક સમયમાં કરીશું, આગામી છ મહિનામાં અમારી વેક્સિન ઉત્પાદન ક્ષમતા પ્રતિ વર્ષ ૨.૫થી ૩ અબજ ડોઝ થઇ જશે!


comments powered by Disqus