સાન ફ્રાન્સિસ્કો: ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાવહ છે. અને હજુ વધારે ખરાબ થઇ શકે છે. પિચાઇએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, ‘ભારતની હાલત ઘણી પીડાદાયક છે. પણ અમેરિકામાં એ જોઇને અમને ખુશી થઇ કે ભારત સહિતના અસરગ્રસ્ત દેશોની મદદ માટે રાષ્ટ્રપતિ જો બાઇડેન, વિદેશમંત્રી બ્લિન્કેન સહિત ઉચ્ચ સ્તરે પહેલ કરાઇ છે. અમેરિકાની ૪૪૦ ઓક્સિજન સિલિન્ડર, રેગ્યુલેટર તથા અંદાજે ૧૦ લાખ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ શુક્રવારે ભારત મોકલાયા. ભારત વિશ્વ વ્યાપાર સંગઠનમાં કોરોના તથા મેડિકલ સામગ્રીને બૌદ્વિક સંપદા સંબંધી અધિકારી અંગેના પાસાંથી છૂટ અપાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઓછી અને મધ્યમ આવરવાળા દેશઓ સુધી વેક્સિન પહોંચાડવામાં મદદ મળશે. અમેરિકાનાં ડેમોક્રેટ્સે તેનું સમર્થન કર્યું છે પણ રિપબ્લિકન્સ વિરધ કરી રહ્યા છે.