નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવાનારા લાગતા હોય, તો પરેશાન ના થાઓ, જનમત અને એક્ઝિટ પોલના અત્યાર સુધીનો રેકોર્ડ કહે છે. કે, આ પ્રકારના અનુમાન સો ટકા સટીક ના હોઇ શકે. વિધાનસભાના એક્ઝિટ પોલ લોકસભા કરતા ૧૭ ટકા વધુ ખોટા સાબિત થયા છે. દેશની આશરે ૨૦ એજન્સી પોલ કરે છે. દેશમાં ચૂંટણી સરવેનો આવો ૫૦૦૦ કરોડનો વેપાર છે. સેન્ટર ફોર સ્ટડી ઓપ ડેવલપિંગ સોસાયટીઝના સંજય સિંહ કહે છે. ઓપિનિયન અને એક્ઝિટ પોલાં રાજકીય ફંડિગ થાય છે. તેથી તેનો અસલી હિસાબ-કિતાબ સામે નથી આવતો, સંજય સિંહ ચૂંટણી પરિણામો પર કેન્દ્રીત પુસ્તક ‘ધ વેર્ડિકટ’ના હવાલાથી કહે છે કે, ૨૦૧૯ સુધી થયેલા ૩૯૩ એક્ઝિટ પોલમાંથી ૩૨૩એ સાચું અનુમાન કર્યું.
