જામનગરમાં રીલાયન્સની ૪૦૦ બેડની હોસ્પિટલનું સીએમ દ્વારા ઇ-લોકાર્પણ

Wednesday 05th May 2021 07:11 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. રીલાયન્સ દ્વારા પણ જામનગર ખાતે કોવિડ પેશેન્ટ્સ માટે હોસ્પિટલ શરૂ કરાઈ છે જેનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજરોજ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. આ તકે રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને ૪૧,૦૦૦ થી ૧ લાખ બેડ તેમજ ૧૮૦૦થી ૫૮૦૦૦ ઓક્સિજન બેડ રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. કોરોનાકાળમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે.


comments powered by Disqus