જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં ૨૫ એપ્રિલે વધુ ૩ સિંહ બાળનો જન્મ થયો છે, જ્યારે ૧૪ એપ્રિલે ૪ સિંહ બાળનો જન્મ થયો હતો. આમ, માત્ર ૧૨ દિવસમાં સક્કરબાગ ઝૂમાં ૭ સિંહ બાળ કિલકારીઓ ગૂંજી ઊઠી છે. આ અંગે આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ૨૫ એપ્રિલે જે ૩ સિંહ બાળ જન્મ્યા હતા, તેમની માતાનું નામ જશાધાર અને પિતાનું નામ આંકોલવાડી છે. આ ત્રણેય બચ્ચાં તેમજ માતાનું આરોગ્ય સારું છે. વેટરનરી સ્ટાફ તેમના પર સતત દેખરેખ રાખી રહ્યો છે. અગાઉ ૧૪ એપ્રિલે જન્મેલા ૪ બાળસિંહની માતાનું નામ ધારી અને પિતાનું નામ આંકોલવાડી છે. અહીં માત્ર ૧૨ દિવસમાં ૭ સિંહ બાળનો જન્મ થયો છે.