રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ જતાં તેમને કોવિડ સેન્ટરમાં દાખલ કર્યા હતા. પોલીસે હિતેષ ઝાલા નામના એટેન્ડન્ટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોર્ડમાં દાખલ અન્ય દર્દી અને ફરજ પર હાજર કર્મીઓના નિવેદન લેવાશે. હિતેષ ઝાલાએ વોર્ડની લાઇટ બંધ કરી દુષ્કર્મ આચર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.