વડોદરાઃ વડોદરામાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકેશનની અછતનો ફાયદો ઉઠાવી પૈસા કમાઇ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો ષડયંત્રનો ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.કાળા બજાર કરતા પકડાયેલી ટોળકીને તપાસમાં ધનિયાવી પાસેથી રાઘવપુરા ફાર્મ હાઉસમાં ન્યૂમોનિયાના એન્ટીબાયોટીક ઇન્જેક્શન પર જાણીત ફાર્મા કંપનીઓના રેમડેસિવિર ઇન્જેકશનના બોગસ સ્ટિકર લગાવી નકલી રેમડેસિવિર બનાવવાની ફેરટરી પોલીસે ઝડપી પાડી અને યુવકને પકડી લીધો હતો. જ્યારે નકલી ઇન્જેક્શન વેચનારી આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતી મહિલાને પણ પોલીસ ઝડપી લઇ ૨૨૦૦ નકલી રેમડેસિવિર ઇન્જેકશન કબજે કર્યા હતાં. નકલી રેમડેસિવિર બનાવવાના કૌંભાડમાં અમદાવાદના નિતેશ જોષીને વોન્ટેડ જાહેર કરાયો હતો. બુધવારે પોલીસે શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારના ૫ શખ્સને ઝડપી લઇ ૯૦ ઇન્જેક્શન કબજે કર્યા હતા. પોલીસે ઇન્જેક્શન જે કંપનીના હતાં. તેમના અધિકારીઓ અને ડ્રગ ઇન્સ્પેક્ટર બોલાવી ચકાસણી કરાવતાં ૯૦ ઇન્જકેશન નકીલ રેમડેસિવિર હોવાનું બાહાર આવ્યું હતું.