વિસાવદરમાં મંજૂરી વિના લગ્ન કરવા પહોંચેલા વરરાજા, ગોર મહારાજ સહિત ૮ની અટકાયત

Wednesday 05th May 2021 07:38 EDT
 
 

વિસાવદર: તાલુકાના લીમધ્રા ગામમાં મંજૂરી વિના થઇ રહેલા લગ્નમાં પોલીસ પહોંચી હતી. અને વરરાજા સહિત ૮ની અટકાયત કરી હતી. લીમધ્રા ગામમાં રવિવારે બાબુભાઇ મોરબિયાની પુત્રીનાં લગ્ન માટે મંજૂરી લેવાઇ ન હતી. જાન પણ માંડવે પહોંચી ગઇ હતી ત્યારે જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. જોકે પોલીસ પહોંચી તે પહેલાં વરવધૂનાં લગ્ન પૂરાં થઇ ગયાં હતાં પોલીસે ચકુભાઇ ઉર્ફે બાબુભાઇ મોરબિયા, વરરાજા અનિલ ગુજરાતી, પરેશ ગુજરાત, હરેશભટ્ટ, વીડિયોગ્રાફર આશિષ ચુડાસમા, પ્રવીણ ગુજરાતી, હરસુખ ગુજરાતી એમ કુલ આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો.


comments powered by Disqus