શિકાગોમાં વસતા ગુજરાતીઓની વતનને ૫૦ હજાર ડોલરની સહાય

Wednesday 05th May 2021 07:08 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત આખું કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ વતનની વહારે આવી રહ્યા છે. અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા એક જ દિવસમાં ૫૦ હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે અને હજુ બીજા ૫૦ હજારથી વધુ ડોલર એકઠા કરી ગુજરાત મોકલવાના છે. શિકાગોના મિડ વેસ્ટમાં વસતા ગુજરાતી પરિવારો ઉમિયા માતાજી સંસ્થાનના માધ્યમથી ગુજરાતી પરિવાર માટે ધાર્મિક અને સામાજિક કાર્ય કરી રહ્યા છે.
​​​આ સંસ્થાનના ખજાનચી નવનીત પટેલે જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં કોરોનાની મહામારી આવી છે, જેમાં ગુજરાતી પરિવારોને મદદ કરવા અને વતન પ્રત્યેની ફરજ બજાવવા અમે ગુજરાતી પણ આગળ આવ્યા હતા અને શિકાગોમાં વસતા ગુજરાતીઓએ નક્કી કર્યું હતું કે આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ અને એક જ દિવસમાં અમારી સંસ્થાનને ૫૦ હજાર ડોલરનું ડોનેશન મળી ગયું હતું. આ ડોનેશન અમે ગુજરાતમાં ચાલતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવ્યું છે અને હજુ પણ ડોનેશન આવી રહ્યું છે, એક લાખ ડોલરનું ડોનેશન મોકલાવીશું, આ ઉપરાંત ગુજરાતી પરિવારને બીજી કોઈ જરૂરિયાત હોય તોપણ મોકલવા માટે અમે ગુજરાતીઓ તૈયાર જ છીએ.


comments powered by Disqus