અમદાવાદઃ કોરોનાના ક્હેર વચ્ચે વધારે એક ગુજરાતી સાહિત્યકારનું દુઃખદ નિધન થયું છે. ગુજરાતના જાણીતા લેખ નસીર ઈસ્માઈલી ૭૪ વર્ષે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૪૬માં હિંમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતા. તેઓ પોતાની કૃતિ સ્વપ્ન મૃત્યુ નામની નવલિકાથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.