સ્મશાનની સગડી આપનારા દાતાથી જ પહેલી અંતિમવિધિ

Wednesday 05th May 2021 07:55 EDT
 
 

પાટણ: તાલુકાના બાલિસણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જૂના સ્મશાનમાં સાફસુફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં દાનમાં મળેલ નવીન સંગડી શનિવારે ફીટ કરવામાં આવી હતી. યોગાનુંયોગ વૃદ્વા નિવૃત સારસ્વત અને દાતાનું ૮૫ વર્ષની વયે નિધન થતા નવીન સગડી સૌપ્રથમ અગ્નિદાહ તેમનો જ થયો હતો.
બાલિસણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઇ વણારસીભાઇ પટેલના દીકરાઓ કમલેશભાઇ અને રાકેશભાઇ દ્વારા અમદાવાદ ખાતે આવેલ તેની ફેકટરીમાં કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી આ સગડી બાલિસણા ગામે આવી ગયા પછી શનિવારે તેને ફીટ કરવામાં આવી રહી હતી તે સમયે હરજીવનભાઇ પટેલની તબિયત લથડી જતાં ૮૫ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. સવારે સગડી ફીટ કરાવી હતી અને તે સગડી પર સૌપ્રથમ અંતિમવિધિ દાતા જીવનભાઇ પટેલની થઇ હતી. તેમ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું.


comments powered by Disqus