૬ દિવસમાં માતા-પિતા ગુમાવતાં સામેથી કોવિડ સેન્ટરમાં ડ્યૂટી લીધી

Wednesday 05th May 2021 07:36 EDT
 
 

રાજકોટઃ ૬ દિવસમાં જ માતા-પિતા ગુમાવ્યાં, માતાની સારવાર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં રહી હતી, બીજાનાં માતા-પિતાને બચાવી શકું એ જ મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ છે. આવું કહેવું છે રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલમાં MBBSના સેકન્ડ સેમેસ્ટરની મેડિકલ સ્ટુડન્ટ અપેક્ષા મારડિયાનું. તેણે કહ્યું કે- મારા પરિવારમાં હું, મારા માતા-પિતા અને ભાઈ બધા પોઝિટિવ આવ્યાં. અમને બંને ભાઈ-બહેનને સારવારથી સારું થઇ ગયું પરંતુ મારાં માતા પિતાને સારવાર કારગર ના નિવડી. મારા પિતાના અવસાનના આઘાતમાંથી બહાર નહોતી. ત્યાં મારી માતાનું નિધન થયું. હું મારા માતા-પિતાને તો ના બચાવી શકી પરંતુ બીજાનાં માતા-પિતાને બચાવી શકું તે માટે મેં સામેથી કોવિડ સેન્ટરમાં
ડયૂટી લીધી.


comments powered by Disqus