મોરબીઃ મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે સંસ્કૃત અને વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાની પાસે હવે હોદ્દો ન હોવા છતાં અહીં આવવા આમંત્રણ મળ્યું એનો અનેરો આનંદ હોવાનો ભાવ વ્યક્ત કરી પોતે સરકારમાં હતા ત્યારે કરેલા કામો અંગે વાતો કરી હતી. આ સાથે તેમણે પોતાના વક્તવ્યમાં નાણે નાથાલાલ અને નાણાં વગર નાથિયો કહેવતનો ઉલ્લેખ કરી અમે બધા અત્યારે નાથીયા જેવા થઈ ગયાનું જણાવ્યું હતું.
મોરબીના ભરતનગર નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો આજરોજ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારોહ યોજવામાં
આવ્યો હતો.