અમદાવાદ: આણંદમાં રહેણાંક મકાનો નજીક ડમ્પિગ સાઇટને કારણે લોકોને પડતી હાલાકી મામલે હાઇકોર્ટ GPCB સામે લાલ આંખ કરી છે. જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે GPCBને આ જગ્યાની તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે આણંદ પાલિકા સોલીડ વેસ્ટના નિકાલ માટેના નિયમોનું પાલન કરે છે કે નહીં. તે અંગે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે એવું અવલોકન કર્યું છે કે, મોટી ખોડીયાર રોડ પર આવેલી ડંપીગ સાઇટ નજીક રહેણાક મકાનો બનાવવાની મંજૂરી કોણ આપી છે? તેના ફોટોગ્રાફ જોઇને લાગે છે કે આ સ્થિતિ કોઇપણ નાગરિકના જીવન માટે દયનીય અને અસહ્ય છે. સોલીડ વેસ્ટના નિકાલ માટે કોર્પોરેશને જગ્યા નજીક સોસાયટી બનાવાઇ છે. સોલીડ વેસ્ટના નિકાલ માટેના મશીન પણ બંધ છે. જેના કારણે પર્યાવરણને ગંભીર નુકશાન થઇ રહ્યું છે. સરકાર, GPCB અને પાલિકા પાસે બે વિકલ્પ છે. લોકોના આરોગ્યને ભોગે તેમને ભલે નુકશાન થાય હાલ જયા ડમ્પિંગ સાઇટ છે. ત્યા જ રહેવા દો. નહીતર તેને ઝડપથી શહેરની બહાર ખસેડો.