ગાંધીનગરઃ નવો ચહેરો પ્રજામાં જાણીતો કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો તેમના વિસ્તાર સહિત તેમને સોંપાયેલા અન્ય વિસ્તારોમાં જનઆશીર્વાદ રેલીઓ યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય પ્રધાન મુકેશ પટેલે તેમના સુરતના ઓલપાડ મતવિસ્તારમાં રેલી કાઢી હતી, જેમાં સરસ નામક ગામના લોકોએ એમનો હુરિયો બોલાવી એમને ગામમાં પેસવા જ ના દીધા હતા, જનઆશીર્વાદ રેલીના ભાગરૂપે પ્રધાનો એમના તથા ભાજપના કાર્યકરોનો સહારો લઈ સ્વાગત કરાવડાવે છે, પણ સરસ ગામે ભારે હોબાળો થતાં ઊર્જાપ્રધાનને સ્વાગત તો ઠીક, ભાગવું પડયું હતું. પ્રધાનનો વિરોધ કરનારાઓમાં મોટાભાગના ભાજપના જ કાર્યકરો હતા. પ્રધાનને ભાગવું પડયું એ ઘટનામાં બે કારણો બહાર આવી રહ્યાં છે.