અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે જામનગર મહાનગર તેમજ ધ્રાંગધ્રા નગર પાલિકાને જનસુવિધા વૃદ્વિ કામોની ભેટ આપી છે. જે અનુસાર, જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગર પાલિકાની દરખાસ્તને સૈદ્વાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.