દુબઇ એક્સપોનો પ્રારંભ થયો છે જેમાં ગુજરાતનું ય પેવેલિયન ઊભું કરાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તે પહેલાં એક્સપોમાં ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો રોકાણ કરે તે માટે આમંત્રણ અપાયું છે. સરદાર પટેલની પ્રતિમા સહિત સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિએ પેવેલિયનની શોભાને વધારી હતી એટલું જ નહીં, લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. દુબઈમાં રહેતા ગુજરાતીઓ માટે ફૂડ ફેસ્ટિવલે ધ્યાન આકર્ષિત કર્યું હતું. મુલાકાતીઓએ ગુજરાતી વ્યંજનનો સ્વાદ માણ્યો હતો.