વડોદરાઃ હાઇપ્રોફાઇલ રેપ કેસના આરોપી એવા રાજુ ભટ્ટની આખરે પાવાગઢ મહાકાળી માતા મંદિર ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
અગાઉ ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ એટલે કે સુરેન્દ્ર કાકા (ઔડાના પૂર્વ ચેરમેન તથા ગુજરાત ભાજપાના પૂર્વ ખજાનચી) એવી વાત કરતા હતા કે 'રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે ગુનો પુરવાર થયો નથી એટલે તેને ટ્રસ્ટી તરીકે હટાવવામાં આવશે નહી' દરમિયાન રાજુ ભટ્ટ પકડાઇ ગયો અને તેણે યુવતિ સાથે સહશયન કર્યું હોવાની કબુલાત પણ કરી લીધી છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખે રાજુ ભટ્ટની હકાલપટ્ટી કરી હોવાની વાતને અનુમોદન આપ્યું છે.