ગાંધીનગર: મુખ્યપ્રધાન પદ સંભાળ્યા બાદ ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘને શરણે પહોંચ્યા હતા. અમદાવાદના નારણપુરા સ્થિત જીએસી બેંકના હોલમાં ઇજીજીની સમન્વય બેઠકમાં ૩૫ ભગિની સંસ્થાના પદાધિકારીઓ, પ્રચારકો પણ ઉપસ્થિત હતા. જ્યાં નવા મુખ્યપ્રધાનને લોકપ્રશ્નો, ખેડૂતો, શ્રમિકોના કામોનું લિસ્ટ આપી વિધાનસભા ચૂંટણી પૂર્વે વૈચારિક સ્તરે મતદારો વચ્ચે ઉતરવાનો રસ્તો તૈયાર કરાયો છે.
આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, ઇજીજીના સંઘચાલક ડો.જંયતી ભાડેસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના પ્રયોજન પાછળ સત્તાવારપણે ”ઇજીજી અને સમવૈચારિક સંગઠનોના કાર્યકર્તાઓ વૈચારિક આદાન- પ્રદાન અને સંગઠનાત્મક માહિતીની આપ-લે કરે તેના માટે આયોજન હતુ” એમ કહેવાયું છે.
જો કે, આ બેઠકમાં નવા મુખ્યપ્રધાનને વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણી પહેલા ભાજપને મતદારો વચ્ચે લઈ જવા કેવા કામો કરવા તેની માહિતી સોંપ્યાનું કહેવાય છે.
