ભાવનગરઃ કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે વાઈવા આપ્યો હતો, વાઈવા પૂર્ણ થયા બાદ યુનિર્વિસટીએ તેઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. કેન્દ્ર સરકારના કેબીનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ પીએચ.ડી.ની ડિગ્રી માટે રજિસ્ટ્રેશન થયા બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયા દ્વારા ‘રોલ ઓફ ગ્રામ વિદ્યાપીઠ ઈન કમ્યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ફ્યુચર ચેલેન્જીસ’એ વિષય પર નિયત સમયમર્યાદામાં પીએચ.ડી. રિસર્ચનુ કાર્ય પૂર્ણ કરીને થીસીસ યુનિ.માં સબમિટ કરવામાં આવ્યો હતો. અને યુનિ. દ્વારા નિયમઅનુસાર કાર્યવાહી કર્યા બાદ વાઈવા લેવાયો હતો. તેમણે સામાન્ય વિદ્યાર્થીની જેમ તમામ પ્રક્રિયા કરી હતી. ભાવનગર યુનિર્વિસટીમાં ડિસેમ્બર ૨૦૧૭માં પોલિટિકલ સાયન્સ, અર્થશાસ્ત્રમાં રજિસ્ટ્રેશન કર્યું હતું.