પોરબંદર: પંદર દિવસ પહેલા અરબી સમુદ્રમાં રૂ. ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન સાથે ઝડપાયેલા સાત ઈરાની શખ્સોના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તમામને પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દેવાયા છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પંદર દિવસ પહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પોરબંદરથી ૧૮૫ નોટીકલ માઈલ દુર દરિયામાંથી જુમ્મા નામની બોટમાંથી અંદાજીત ૧૫૦ કરોડની કીમતનું ૩૦ કિલો હેરોઈન ઝડપી લીધું હતું અને બોટમાં સવાર સાત ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી એક થુરાયા સેટેલાઈટ ફેન તથા બે મોબાઈલ ફોન કબજે કરી બોટ સાથે પોરબંદર લાવવામાં આવ્યા હતાં. એટીએસની ટીમે તમામ સામે ફ્રિયાદ નોંધી ૧૪ દિવસની રિમાંડની માંગ સાથે કોર્ટે ૧૩ દિવસના રિમાન્ડ મંજુર કરેલા.