સાબરમતીને બચાવવા ત્વરિત પગલાં લો નહિતર મોડું થઈ જશે : ગુજરાત હાઇકોર્ટ

Tuesday 05th October 2021 12:38 EDT
 
 

અમદાવાદઃ સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતા પ્રદુષણના મુદ્દા પર હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજી પર હાઈકોર્ટે જોઈંટ ટાસ્ક ફોર્સ (JTF) , જીપીસીબી અને એએમસીને વિવિધ નિર્દેશો આપ્યા છે. દરેક દેશમાં નદીઓ સામે ખતરો મંડરાઈ રહ્યો છે. આપણી સતર્કતા પૂર્વકની કામગીરીથી જ નદીને બચાવી શકાશે. જેથી, કોઈપણ સંજોગોમાં ઔદ્યોગિક એકમોને નદીઓમાં પ્રદુષિત પાણી ઠાલવતા રોકવા જરુરી છે.
હાઈકોર્ટે તેના નિર્દેશમાં કહ્યું છે કે, સાબરમતી નદીને બચાવવા માટે જોઈંટ ટાસ્ક ફોર્સ (JTF) નિષ્ણાતોની મદદ લઈ શકે છે. JTFની ટીમ ઓક્ટોબર માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં સાઈટની મુલાકાત લઈને નમુના લે. જે એસોસિએશન કે ઓર્ગેનાઈઝેશન દ્વારા CRTP( કોમન ઈફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવે છે અથવા સ્થપાયેલા છે, તેની વિગત જીપીસીબી દ્વારા JTFને આપો, JTFની ટીમ દરેક STP( સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને CETPની તપાસ કરે, JTF દરેક એસોસિએશન કે ઓર્ગેનાઈઝેશન સાથે બેઠક કરે અને સમજાવે કે જો તેઓ JTFની તેના નિર્ધારિત સ્તર સુધી જાળવણી કરે, ધારા-ધોરણો મુજબ ચલાવે.


comments powered by Disqus