અમદાવાદ: મુંદરા અદાણી પોર્ટ પરથી ૧૬ સપ્ટેમ્બરના ઝડપી લેવામાં આવેલા ૨,૯૯૦ કિગ્રા હેરોઇનથી મુંદરા અદાણી પોર્ટ, તેના સંચાલન અને તેની ઓથોરિટીને કોઇ લાભ થયો છે કે નહી તેની તપાસ કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને ગુજરાત ખાતેની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રાફિક સબસ્ટેન્સ (એનડીપીએસ)ની ખાસ કોર્ટે આદેશ આપ્યો છે. આ હેરોઇન બે કન્ટેનરમાં હતું અને વિજયવાડા, આંધ્રપ્રદેશની આશી ટ્રેડીંગ કંપનીના નામે ઇરાન થઇને અફઘાનિસ્તાનનથી મુંદ્રા પોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાંડના મુખ્ય આરોપી રાજકુમાર પી.ની રિમાન્ડ અરજીની સૂનાવણી કરતા એડિશનલ ડિટ્રિક્ટ જજ સી. એમ. પવારે જણાવ્યું હતું કે જ્યારે વિદેશથી ભારતમાં આવું કન્સાઇનમેન્ટ/કન્ટેનર મોકલવામાં આવે ત્યારે મુંદરા અદાણી પોર્ટની ઓથોરિટી અને અધિકારીઓની આમાં ભૂમિકા શું છે તે તપાસવાની જરૂર છે. ઉપરાંત પોર્ટનું સંચાલન, ઓથોરિટી આ બાબતે સંપૂર્ણ અજાણ હોય તે કેવી રીતે
બની શકે ?