રાજકોટઃ ઇડીએ રાજકોટની કંપની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 44 કરોડ રૂ.ના બેન્ક લોન ફ્રોડ મામલે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કંપનીના ફેક્ટરી પ્લાન્ટ, મશીનરી, જમીન અને પ્લોટ્સ મળીને 16 કરોડ રૂ.ની મિલકતો જપ્ત કરી છે. કંપનીએ યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા પાસેથી 44.64 કરોડ રૂ.ની લોન લીધા બાદ પરત ચૂકવણી કરી નહોતી. લોનની રકમ વિવિધ ભુતિયા કંપનીઓને તથા કંપનીના ભાગીદારોના પર્સનલ એકાઉન્ટ્સમાં ડાયવર્ટ કરાઇ હતી. તેમાંથી કેટલીક રકમ સ્થાવર મિલકતો ખરીદવા પણ વપરાઇ હતી. કંપનીના ભાગીદારોમાં આશિષ તલાવિયા, કિશોર વૈષ્ણાવી, રામજી ગજેરા, કલ્પેશ તલાવિયા અને ભાવેશ તલાવિયાનો સમાવેશ થાય છે.
