કોઇપણ અવરોધ વિના ધર્મનું પાલન કરી શકાય તે સુનિશ્ચિત કરો ઃ લોર્ડ ડોલર પોપટ

Wednesday 28th September 2022 09:38 EDT
 
 

લંડનઃ લોર્ડ ડોલર પોપટે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્ર લખીને જણાવ્યું હતું કે, લેસ્ટર અને દેશના અન્ય ભાગોમાં પ્રવર્તતા તણાવને કારણે હું આ પત્ર લખી રહ્યો છું. બ્રિટનમાં દરેક વ્યકતિ તેના ધર્મનું કોઇપણ અવરોધ વિના મુક્તપણે પાલન કરી શકે તે સુનિશ્ચિત કરો. દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાંક મુઠ્ઠીભર લોકો ઉશ્કેરણી કરીને અન્ય ધર્મના લોકો પ્રત્યે હિંસક બની રહ્યાં છે.
તેઓ બહુમતી હિન્દુ કે મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં નથી. બ્રિટનમાં બહુમતી હિન્દુ અને મુસ્લિમો શાંતિથી જીવન જીવે છે અને અન્ય કોઇને અવરોધરૂપ બન્યા વિના તેમના ધર્મનું પાલન કરે છે.
હિન્દુસમુદાયના અગ્રણી તરીકે હું હોમ સેક્રેટરીને તણાવ ઘટાડવામાં મદદ કરવાની માગ કરી રહ્યો છું. હિન્દુ ધર્મ શાંતિપ્રિય ધર્મ છે અને વર્ષોથી બ્રિટનમાં અન્ય ધર્મોની સાથે અસ્તિતવ ધરાવે છે.
એક સમુદાય તરીકે અમે તેને જારી રાખવા માગીએ છીએ. આપણે કેટલાંક મુઠ્ઠીભર લોકોને આપણે કરેલી પ્રગતિનો નાશ કરવા દઇએ નહીં. આ મુઠ્ઠીભર લોકો ન કેવળ હિન્દુ મૂલ્યો પરંતુ એકતા અને ધાર્મિક સ્વતંત્રતાના બ્રિટિશ મૂલ્યોને પણ હાનિ પહોંચાડી રહ્યાં છે.


comments powered by Disqus