ગોંડલના અક્ષર મંદિરે સર્વ પિતૃ મોક્ષાર્થ વિરાટ વૈદિક મહાપૂજાનું આયોજન કરાયું

Tuesday 27th September 2022 11:56 EDT
 

ગોંડલઃ અહીંના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે પ્રાત કાળે પાંચ કલાકે સર્વ પિતૃ મોક્ષાર્થ વિરાટ વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપુજા અક્ષર મંદિરના પાર્શ્વ ભાગમાં આવેલ પવિત્ર ગોંડલી નદીના કિનારે યોજાઈ હતી. આ વિરાટ વૈદિક મહાપૂજામાં આશરે 1200 જેટલા પુરુષ અને મહિલા ભક્તોએ ભાગ લઈ પિતૃઓના મોક્ષની મંગલ કામના કરી હતી

આ પ્રસંગે પૂજ્ય ત્યાગવત્સલદાસ સ્વામીએ જણાવ્યું કે, શ્રાધ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવતું સત્કાર્ય પિતૃઓની સદગતિ કરાવે છે. આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રમાં ભાદરવી અમાસના રોજ કરવામાં આવતા પિંડદાનનું ઘણું જ મહત્વ છે. આ સાથે ગોંડલી નદીના કિનારે અક્ષર ઘાટ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.


comments powered by Disqus