બિલકિસના દોષિતોની મુક્તિને સુપ્રીમમાં પકડનારાને કેસ સાથે કઇ લેવાદેવા નથી

Tuesday 27th September 2022 16:22 EDT
 
 

નવી દિલ્હીઃ 2002ના ગુજરાત રમખાણો સમયે રેપનો ભોગ બનેલી બિલકિસ બાનોના દોષિતોને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હવે આ કેસના એક દોષિત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ છે અને દાવો કર્યો છે કે જે પણ લોકોએ અમને છોડી મુકવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે તેઓને આ સમગ્ર કેસ સાથે કંઈ જ લેવાદેવા નથી માટે તેમની અરજીને રદ્દ કરી દેવામાં આવશે.

બિલકિસ બાનોના દોષિતોમાં સામેલ રાધે શ્યામે સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર સોગંદનામું દાખલ કર્યું હતું. જેમાં તેઓએ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં અમને છોડી મુકવાના નિર્ણય સામે જે પણ લોકોએ અરજી કરી છે તેઓને બિલકિસ બાનો કે આ સમગ્ર કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જો સુપ્રીમ કોર્ટ આ જ રીતે દરેક અપરાધોમાં કોઈ અન્યો દ્વારા થતી અરજીઓની સુનાવણી કરવા લાગશે તો બહુ બધી અરજીઓ થવા લાગશે. લોકો કોઈ પણ કેસમાં અરજી કરવા લાગશે.


comments powered by Disqus