મેરેજ સર્ટિફિકેટ હવે ઘરે બેઠાં જ મેળવી શકાશે

Tuesday 27th September 2022 16:21 EDT
 
 

ગાંધીનગર: રાજ્ય સરકારે મેરેજ સર્ટિફિકેટની ખરી નકલ સરકારી કચેરીમાં ગયા વગર ઘેરબેઠા ઓનલાઇન ઉપલબ્ધ થશે તેવો નિર્ણય લીધો છે. ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in પર જરૂરી ડેટા નાખી સર્ટિફિકેટ મેળવી શકાશે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાત પણે બંધ કરવામાં આવી છે.


comments powered by Disqus