રાજ્યનાં 4 મહાનગરોમાં ગરબાના ખેલૈયાઓને રૂ. 64 કરોડનું વીમા કવચ

Tuesday 27th September 2022 16:19 EDT
 
 

વડોદરા: નવરાત્રિ દરમિયાન અકસ્માત કે દુર્ઘટના સામેની પૂર્વ સાવચેતીના ભાગરૂપે નવરાત્રિ ગરબાના આયોજકોએ આ વર્ષે રેકોર્ડબ્રેક વીમો ઉતરાવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચાર મહાનગરોમાં વિવિધ ગરબા આયોજકો દ્વારા 64 કરોડ રૂપિયાના વીમા ઉતરાવવામાં આવ્યા છે. પારંપ્રિક ગરબાની રાજધાની તરીકે ઓળખાતા વડોદરામાં યુનાઇટેડ વે અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ સહિતના સાત ગરબા આયોજકો દ્વારા જ 23 કરોડથી વધુ અને અન્ય કેટલાક નાના ગરબા આયોજકોએ બીજા દોઢ કરોડ રૂપિયા સહિત રૂ. 25 કરોડનું વીમા કવચ ગરબાને પૂરું પાડ્યું છે.


comments powered by Disqus