ગાંધીનગર: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદારોનો આભાર માન્યો હતો. કોબા સહિત શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને ભાજપમાં પાછા નહીં લેવાય તેમ એક સવાલના જવાબમાં કહ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે 165થી વધુ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટાયા પછી તેમને ફરી ભાજપમાં સમાવશો? તેના જવાબમાં પાટીલે કહ્યું કે, અપક્ષ તરીકે ચૂંટણી લડનારાને પાછા લેવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે તે જીતે તેવી શક્યતા નથી.

