રાજ્યમાં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાઈ ગયું. ઉલ્લેખનીય છે કે 2017માં સમગ્ર રાજ્યમાં 67.33 ટકા મતદાન નોંધાયું હતું, જેની સરખામણીમાં આ વખતે 64.33 ટકા મતદાન નોંધાયું છે, એટલે કે લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પ્રથમ તબક્કાના મતદાનને જોતાં દક્ષિણ ગુજરાત અને ત્યાંના આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 78.42 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે મતદાનથી સીધો ફાયદો ભાજપને મળી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે મતદાનની સામે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારો મત આપવામાં નીરસ હોવાનું જોવા મળ્યું છે. કચ્છમાં જ્યાં 59.85 ટકા જ મતદાન નોંધાયું, ત્યાં સૌરાષ્ટ્રમાં અને રાજ્યભરમાં સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં 57.59 ટકા જ નોંધાયું છે.
બીજા તબક્કાની 14 જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં રૂરલની સરખામણીએ અર્બન વિસ્તારમાં મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રૂરલ વિસ્તારમાં ગણાતા બનાસકાંઠામાં 71.40, સાબરકાંઠામાં 70.95, આણંદ અને ખેડામાં સરેરાશ 67 ટકા મતદાન નોંધાયું છે, તો અર્બન વિસ્તાર ગણાતા અમદાવાદમાં 58.32, વડોદરામાં 63.81 ટકા જ મતદાન નોંધાયું છે.
જિલ્લો મતદાનની ટકાવારી
કચ્છ 59.85
બનાસકાંઠા 72.49
પાટણ 66.07
મહેસાણા 66.41
સાબરકાંઠા 71.43
અરવલ્લી 67.55
ગાંધીનગર 66.89
અમદાવાદ 59.05
સુરેન્દ્રનગર 62.84
મોરબી 69.95
રાજકોટ 60.63
જામનગર 60.01
દે.દ્વારકા 61.71
પોરબંદર 59.50
જૂનાગઢ 59.54
ગીરસોમનાથ 65.94
અમરેલી 57.60
ભાવનગર 60.83
બોટાદ 57.59
આણંદ 68.42
ખેડા 68.55
મહિસાગર 61.69
પંચમહાલ 68.44
દાહોદ 60.07
વડોદરા 65.83
છોટાઉદેપુર 66.54
નર્મદા 78.42
ભરૂચ 67.19
સુરત 62.23
તાપી 77.04
ડાંગ 67.33
નવસારી 71.06
વલસાડ 69.40
કુલ મતદાન 64.33 ટકા

