અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત દેખરેખ રાખી ચકાસણી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન પોલીસ દ્વારા અનેક વાહનોની તપાસ કરવામાં આવી જેમાં રોકડ સહિત સોનાનાં ઘરેણાં પણ જપ્ત કરાયા હતા. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, જેમાં
રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબજે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અન્ય ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
