જુનાગઢ: પાકિસ્તાનના મીરપુરમાં જન્મેલાં મહિલાનાં લગ્ન જૂનાગઢના યુવાન સાથે થયેલ અને તેઓને પાકિસ્તાનમાંથી આવ્યાને 21 વર્ષ બાદ ભારતીય નાગરિકતા મળી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તેમણે પ્રથમવાર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મતદાન મથકમાં મત આપ્યો છે.
પાકિસ્તાનમાં જન્મેલાં હેમાબહેને પાકિસ્તાનથી આવી ભારત સરકારને નાગરિકતા માટે અરજી આપી હતી, જે લાંબા સમય સુધી પડી રહી હતી. છેવટે આ પ્રક્રિયા જટીલ હોવાથી કેન્દ્ર સરકારે આ સત્તા રાજ્ય સરકારને સોંપી હતી. 1988માં પાકિસ્તાનના મીરપુરમાં જન્મેલાં અને 1998માં ભારત આવેલાં હેમાબહેને 2014માં જૂનાગઢના મનીષભાઈ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. રાજ્ય સરકારને નાગરિકતા આપવાની સત્તા સોંપ્યા બાદ 2021ના વર્ષમાં ધનતેરસના દિવસે મળી હતી.

