મહેસાણાના પાટીદાર યુવકની અમેરિકામાં નેસ્વિલના ટેનેસીમાં ગોળી મારી હત્યા

Wednesday 07th December 2022 05:17 EST
 
 

કડીઃ અમેરિકામાં મહેસાણાના પટેલ યુવાનની હત્યાથી ચકચાર જાગી છે. અમેરિકાના નેસ્વિલના ટેનેસી શહેરમાં સોમવારે સાંજે સ્ટોરમાં હત્યાના ઈરાદે ઘૂસેલા બે બુકાનીધારીએ કડી તાલુકાના ઉંટવા ગામના યુવકની બે ગોળી મારી હત્યા કરી હતી. ઉંટવા ગામના પ્રવીણભાઈ બી. પટેલ અને તેમની પત્ની પુષ્પાબેન સાથે તેમનો પુત્ર વિશાલ પુત્રવધૂ મેઘના પટેલ અને 10 વર્ષની પૌત્રી વિશ્વા પટેલ તમામ લોકો છેલ્લા આઠેક વર્ષથી અમેરિકાના નેસ્વિલના ટેનેસીમાં સ્થાયી થયા હતા. 36 વર્ષીય વિશાલ તેજ સિટીમાં એક સ્ટોરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ગત સોમવારે સાંજે તેના સ્ટોર પર બે બુકાનીધારી ઘૂસી આવ્યા હતા, જેમણે હત્યાના ઇરાદે વિશાલ પર સીધું બે વાર ફાયરિંગ કર્યું હતું અને હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
અમેરિકામાં અગાઉ મહેસાણાના યુવકોની ક્યારે હત્યા કરાઈ...?
અમેરિકાના જ્યોર્જિયામાં કડી કૈયલ ગામના યુવકની તેમજ જ્યોર્જિયામાં સ્ટોર ધરાવતા કડીના યુવકની તેમજ ડેન્માર્કમાં કડીના ભટાસણ અને ખરણાના યુવકની તો તે પહેલાં અંબાસણ ગામના યુવકની હત્યા કરાઈ હતી.


comments powered by Disqus