યુરોપિયન દેશોમાં જામનગરના બ્રાસપાર્ટ્સનું મોટું વેચાણ

Saturday 10th December 2022 05:38 EST
 
 

જામનગરઃ જામગનરના બ્રાસપાર્ટ્સ ઉદ્યોગની નિકાસ પાછલા બે ચાર વર્ષમાં યુરોપીયન દેશોમાં વધી છે. પાંચ વર્ષ પૂર્વ કુલ નિકાસમાં 2થી 3 ટકા હિસ્સો થઇ ગયો છે. વીએમસી અને સીએનસી મશીનોનું ઉત્પાદન અને નિકાસમાં ફાયદો મળ્યો છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાના કહેવા પ્રમાણે અગાઉ ઇટલીના મશીનો આયાત કરવા પડતા હતા એની કિંમત આશરે રૂ. 70-80 લાખ થઇ જતી હતી. પણ ભારતમાં એવા જ મશીનો બને છે અને તે રૂ 15-30 લાખમાં પડે છે. એટલે હવે મોટાંભાગના યુનિટો સીએનસી અને વીએમસી મશીનો વસાવી ચૂક્યા છે. એની અસરથી ઉત્પાદન સુગમ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, હવે ઓટોમેટિક અને કોમ્યુટરાઇઝડ પદ્વતિની ઉત્પાદન થાય છે. ઝીરો એમએમની આઇટમો પણ બનાવી શકાય છે. વિદેશી બજારમાં ચોકસાઇવાળું ઉત્પાદન મોકલી શકાય છે. એટલે માગ વધી છે.


comments powered by Disqus