કેપીઆઇ ગ્રીન એનર્જી મહુવા નજીક 16.10 મેગાવોટનો હાઇબ્રિડ પ્રોજેક્ટ સ્થાપશે

Tuesday 06th September 2022 16:23 EDT
 
 

નવી દિલ્હી: કેપીઆઇ ગ્રીન એનર્જી ભાવનગર જિલ્લાના મહુવામાં 16.10 મેગાવોટની ગ્રીન હાઇબ્રિડ ક્ષમતા ઊભી કરશે. આ હાઇબ્રિડ પ્રોજેક્ટ સોલાર અને વિન્ડ પાવર એનર્જીનો રહેશે. કંપની મહુવા નજીર ભુંગર ખાતે વિન્ડ અને સોલાર ક્ષમતા ઊભી કરશે તેમ તેણે જાહેર કર્યું છે.

કંપનીની જાહેરાત અનુસાર આ પ્રોજેક્ટ માટે રૂ. 132 કરોડનું રોકાણ કરવામાં આવશે અને આ માટે એસબીઆઇ પાસેથી જરૂરી ફંડ મળ્યું છે. કંપનીએ આ ક્ષમતા દ્વારા જે વીજળી ઉત્પન્ન થશે તેના વેચાણ માટે અગાઉથી જ વિવિધ કોર્પોરેટ્સ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) એડવાન્સમાં કરી લીધા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વીજળીનું ઉત્પાદન માર્ચ 2023થી શરૂ થઇ જશે, તેમ કંપનીએ કહ્યું હતું. વીજ ઉદ્યોગના અંદાજ અનુસાર એક મેગાવોટ સોલાર વીજળી ક્ષમતા ઊભી કરવા માટે રૂ. 4.5 કરોડનું રોકાણ કરવું પડે છે.

ઉલ્લેખનીય છે કે કેપીઆઇ એનર્જીના સીઇઓ ફારુક પટેલ છે અને આ કંપની ત્રણ ક્ષેત્રે કામગીરી કરે છેઃ એક ઇન્ડિપેઇન્ડટ પાવર પ્રોડ્યુસરની જેમ તેની ક્ષમતા 100મેગાવોટની છે. બીજું, કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર તરીકે અને ત્રીજું, વર્ટિકલ સોલાર પ્લોટ સેલિંગનું છે.


comments powered by Disqus