ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલમાર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે. ઘોઘા (ભાવનગર)-હજીરા (સુરત) રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા નવું જહાજ લાવવામાં આવ્યુ છે જે માત્ર 3 કલાકમાં 61 દરિયાઇ નોટિકલ માઇલનું અંતર કાપશે. રોજના બે શિપ ચલાવવામાં આવશે, જેથી સવલતો વધશે. ઇન્ડીગો સી-વેઝ દ્વારા ઘોઘા-હજીરા વચ્ચે વોયેજ સીમ્ફની નામનું શિપ ચલાવવામાં આવે છે, ફેરી ઓપરેટર દ્વારા વોયેજ એક્સપ્રેસ નામનું નવું જહાજ લાવવામાં આવ્યુ છે.
વોયેજ એક્સપ્રેસ જહાજમાં સગવડતાઓ
• વોયેજ એક્સપ્રેસ શિપ 134 મીટર લાંબુ, 21 મીટર પહોળુ, 17 નોટની સ્પીડવાળું છે. ઘોઘાથી હજીરા 3 કલાકમાં પહોંચી શકાશે.
• મુસાફરોની ક્ષમતા 650 છે, જેમાં 22 કલબ કલાસ, 115 બિઝનેસ ક્લાસ, 180 એક્ઝિક્યુટિવ ક્લાસ, 11 કેબિન (44 મુસાફરની ક્ષમતા), સ્લીપર ક્લાસ 80ની ક્ષમતા છે.
• શિપમાં વિશાળ કાફેટેરીયા, રેસ્ટોરન્ટ, ઓપન કાફેટેરીયા, ગેમિંગ ઝોન, સેલ્ફી પોઇન્ટ સામેલ છે.
• શિપમાં 75 ટ્રક, 70 કાર, 50 બાઇકના સમાવેશની ક્ષમતા છે.

