તિસ્તા સેતલવાડને જામીન મળતાં 70 દિવસ બાદ જેલમાંથી બહાર

Tuesday 06th September 2022 16:39 EDT
 
 

અમદાવાદ: સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળતા 70 દિવસ બાદ સાબરમતી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં કેસ દાખલ કરવા માટે દસ્તાવેજોના કથિત બનાવટના મામલે ગુજરાત પોલીસ એફઆઈઆરમાં જામીન મેળવવા માટે તિસ્તા સેતલવાડ દ્વારા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. સેતલવાડની જામીન અરજીની યાદીમાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ સામે કડક ટીપ્પણી કરી હતી. કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તિસ્તા સેતલવાડની 25 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના મુંબઈથી ધરપકડ કરી હતી.


comments powered by Disqus