ભરતસિંહ પરિવાર ન સંભાળી શક્યા, એ શું કોંગ્રેસ સંભાળશેઃ રેશમા પટેલ

Tuesday 06th September 2022 16:36 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના બીજા પત્ની રેશમા પટેલનો વધુ એક નવો વીડિયો વાઈરલ થયો છે. રાહુલગાંધીની ગુજરાત મુલાકાત ટાણે વાઇરલ થયેલા આ વીડિયોમાં તેમના બીજા પત્નીએ વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, માધવસિંહ સોલંકીના અવસાન બાદ ભરતસિંહ બેલગામ થયા છે, મારી સાથે ખરાબ વર્તન કર્યુ છે, જે પરિવાર ના સંભાળી શક્યા એ કોંગ્રેસ શું સંભાળશે. ભરતસિંહે બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી બંનેને ડિવોર્સ આપી દીધા.

રાહુલ ગાંધીને ઉદ્દેશી વીડિયોમાં રેશમા પટેલ કહે છે કે, ભરતસિંહે 24 વર્ષની ઉંમરની યુવતી સાથે ત્રીજા લગ્ન કરવાની ઇચ્છા પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી, મહિલા કોંગ્રેસમાં ભરત સોલંકીનું કેરેકટર કેવું છે તે બધા જાણે છે.

આજકાલ તેઓ રાજકીય ક્ષેત્રમાં એવું કહી રહ્યા છે કે, તેમનું મારી સાથે સમાધાન થઈ ગયું છે, આ બિલકુલ ખોટી વાત છે. મારી સાથે પરીણિત હોવા છતાં 69 વર્ષની વયના ભરતસિંહ પોતાનાથી 47 વર્ષ નાની ઉંમરની એક દીકરીના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાતે રંગરેલિયા મનાવતા પકડાયા હતા. જેનો વીડિયો વ્યાપક રીતે ફેલાયો હતો. એ પછી તેઓ થોડાક સમય કોંગ્રેસથી દૂર રહ્યા, આમ છતાં કોંગ્રેસ હાઇકમાન્ડે કોઈ પગલાં લીધા ન હતા. કોંગ્રસથી દૂર રહેવાન નિર્ણય ખુદ એમનો હતો, જે એમનું કન્ફેશન હતું.


comments powered by Disqus