શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવવા ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શિવની ભક્તિ માટે ઉત્તમ ગણતા સમગ્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 10 લાખથી વધુ શિવ ભક્તોને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ માસમાં ખાસ કરીને શ્રાવણના સોમવારે યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રી પર્વે યોજાતા પ્રહર જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતીમાં યાત્રિકોની સવિશેષ હાજરી નોંધાઇ હતી.
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકો ઘરબેઠા કરી શકે તે માટો સોશ્યલ મીડિયાનું માધ્યમ મહત્વનું બન્યું હતું. જેમાં જુદી જુદી સોશ્યલ મીડિયા સાઇટો ઉપર ટ્રસ્ટના ઓફિશ્યલ પેજ ઉપરથી 45 દેશમાં વસતા 12.75 કરોડથી વધુ શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્ય દર્શન, પૂજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો.

