આગ લાગતાં ઓમાનના મધદરિયે સલાયાના વહાણની જળસમાધિ

Tuesday 07th June 2022 16:51 EDT
 
 

જામખંભાળિયા-સલાયાઃ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સલીમ ભાયાની માલિકીનું દરિયામાં પ્રથમ વખત તરતું મૂકવામાં આવેલું 1200 ટનની કેપેસિટી ધરાવતું અલ ખજર વહાણ ગત તા. 7મેના રોજ સલાયાથી દુબઈ ગયું હતું. સલાયાથી માલસામાન ભર્યા વગર નીકળેલું વહાણ ગત તા. 31મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો સપ્લાય સાથે યમન જવા નીકળ્યું હતું. આ વહાણ યમન પહોંચે તે પહેલાં ઓમાન નજીક મસ્કત પોર્ટથી થોડે આગળ દરિયામાં જ કોઈ કારણોસર આગમાં લપેટાઈ ગયું હતું.


comments powered by Disqus