માધાપર ભુજના કચ્છી પાટીદાર પરિવારનાં વેલબાઈ રતિલાલ સિયાણીએ કુળદેવી મા બહુચર પ્રત્યેની અતૂટ શ્રદ્ધારૂપે રવિવારે તીર્થધામ બહુચરાજીમાં અંદાજે સવા લાખ રૂપિયાની કિંમતનું 24 ગ્રામ સોનાનું છત્ર મા બહુચરના ચરણોમાં અર્પણ કર્યું હતું. 75 વર્ષીય વેલબાઈના પરિવારે બહુચર માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પરિવાર દરવર્ષે તેમની આવકમાંથી રૂ.15 થી 20 લાખ ધર્મસ્થાનો, ગાયોને ઘાસચારો, જરૂરિયાતમંદો તેમજ દિવ્યાંગ સંસ્થાઓમાં દાન કરી માનવતા મહેંકાવે છે.

