કોંગ્રેસે ગુજકોમાસોલની ચૂંટણી પૂર્વે જ શરણાગતિ સ્વીકારી

Tuesday 07th June 2022 16:32 EDT
 

અમદાવાદ: ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-અમદાવાદની ૩૨ સભ્યોની 19મી જૂને થનારી ચૂંટણીમાં ઉંમેદવારી નોંધાવવાની પહેલી જૂનની છેલ્લી તારીખે 19 જગ્યા પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ સત્તર બેઠકોમાં વલસાડ, તાપી, સુરત, રાજકોટ, પોરબંદર, પંચમહાલ, નર્મદા, મોરબી, મહિસાગર, ગીરસોમનાથ ગાંધીનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, અણાંદ અને અમરેલીની 16 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. એક માત્ર બોટાદની બેઠક પર કોંગ્રેસના રવજી રાજપરા બિનહરીફ ચૂંટાયા છે. આ સિવા ખેડા, ભાવનગર અને વડોદરાની બેઠક પરથી જ ચૂંટણી થવાની સંભાવના જણાઈ રહી છે.
જોકે નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે સાબરકાંઠાની એક જ બેઠક માટે ભાજપ તરફથી એક સામટા ૧૧ જણાએ ફોર્મ ભર્યા છે. આ બેઠક પર સહિત ભાજપના જ ઉમેદવારો હોય તેવી તમામ બેઠકો પર ચૂંટણી ન થાય તે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ તરફથી મેન્ડેટ ઇશ્યૂ કરીને તેમણે પસંદ કરેલા ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચી લેવાનો આદેશ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ખેડાની બેઠક પરથી કોંગ્રેસના ધીરુ ચાવડા સામે ભાજપના મહેશ પટેલ અને જયેશ પટેલ બંનેએ ઉમેદવારી નોંધાવી હોવાથી ભાજપનો બેમાંથી એક સભ્ય ખસી જાય તેવી સંભાવના છે. પરંતુ વર્ષો સુધી આ બેઠક પરથી બિનહરીફ ચૂંટાતા આવતા ધીરુ ચાવડાએ આ વખતે ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડવાની ફરજ પડશે. આ જ પરિસ્થિતિ ભાવનગરની બેઠક પર સર્જાઈ છે. ભાવનગરની બેઠક પર વરસો સુધી બિનહરીફ ચૂંટાઈ આવતા નાનુ વાઘાણી સામે આ વખતે ભાજપના અર્જુન યાદવે ફોર્મ ભર્યું છે. તેથી નાનુ વાઘાણીએ પહેલીવાર ચૂંટણીનો સામનો કરવો પડશે. આ જ રીતે વડોદરાની બેઠક પરથી ભાજપના સતીષ પટેલ
અને કોંગ્રેસના દિલીપ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર પણ ચૂંટણી યોજાવાની શક્યતા છે.


comments powered by Disqus