અમદાવાદ: ગુજરાતના જખૌ પોર્ટ પરથી BSFના અધિકારીઓએ દરિયામાંથી સાત પાકિસ્તાનીઓની ધરપકડ કરીને રૂ. 250 કરોડનું 48 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સના 49 પેકેટ ઉપર ‘કેફે ગૌર્મેટ’ અને “બ્લૂ સેફાયર” લખેલુ છે. જોકે પાકિસ્તાનીઓએ હેરોઈન દરિયામાં નાખી દીધું હતું જે એક કિલોના એક એવા કુલ 48 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યું રૂ. 250 કરોડ રૂપિયા થવા જાય છે. આ હેરોઈન પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. તમામ ક્રુ મેમ્બરની પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં માછીમારી કરવામાં આવી હતી આ માહિતી એટીએસ દ્વારા આપવામાં આવી હતી.
જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાં બીએસએફ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમયાન 48 જેટલા માદક પદાર્થના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.આ પેકેટ IMBL નજીકથી થોડા દિવસ પહેલા ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી ફેંકવામાં આવ્યા હતા બીએસએફના અધિકારીઓએ એક કિલોના એક એવા કુલ 48 પેકેટ હેરોઈન જપ્ત કર્યા છે તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યું 250 કરોડ રૂપિયા થવા જાય છે આ હેરોઈન પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. તમામ ક્રુ મેમ્બરની કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં માછીમારી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે જોડાયેલો કચ્છનો દરિયાકાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર ડ્ર્ગસનો મોટો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તો કેટલાક જથ્થાનો દરિયામાં ઝડપાઈ ચૂક્યો છે. તો કેટલાક જથ્થો દરિયામાં જ નાશ કરાયો હોય કિનારા પરથી બિનવારસી પેકેટ મળી રહ્યા છે.

