દેશની 108 યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ

Tuesday 07th June 2022 16:30 EDT
 

અમદાવાદ: ગુજરાત ફાર્મસી કાઉન્સિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત દેશની 108 યુનિવર્સિટીની 82 ડિગ્રીઓના બનાવટી સર્ટિફિકેટ આપવાનો કારસો ઘડી ચૂકેલી ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. દેશની 108 યુનિ.ની વેબસાઈટ હેક કરી બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવા સુધીનું આયોજનબદ્ધ કૌભાંડ પશ્ચિમ બંગાળથી ચલાવવામાં આવતું હતું. સાયબર ક્રાઈમ બ્રાન્ચે અતનુ પાત્રા અને સુધાંકર ઘોષ નામના બે આરોપીને ઝડપી લઈ કૌભાંડ અંગે ઉંડાણભરી તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus