પત્રકારત્વની સ્નાતક પરીક્ષામાં આઈજેસીના વિદ્યાર્થી ઝળક્યા

Tuesday 07th June 2022 16:28 EDT
 
 

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલ 2022માં લેવાયેલી જર્નલિઝમ અને માસ કમ્યૂનિકેશનના સ્નાતક અભ્યાસક્રમ (બીએજેએમસી)ની પ્રથમ બેચની પરીક્ષામાં ટોચના 10માંથી 8 ક્રમે ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (આઈજેસી)નાં વિદ્યાર્થીઓ આવતાં તેમણે સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઉજ્જૈનની પ્રાર્થના મહેતા યુનિવર્સિટીમાં પહેલા ક્રમે, નાગપુરનો અક્ષય આચાર્ય બીજા ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે ત્રીજા ક્રમે અને અમદાવાદની આહના પટેલ ચોથા ક્રમે આવી છે. વધુ ગર્વની વાત એ છે કે આઈજેસીનાં જે આઠ વિદ્યાર્થી પહેલા દસમાં આવ્યાં તેમાં સાત વિદ્યાર્થિની છે.
યુનિવર્સિટીએ ટોચનાં 10 વિદ્યાર્થીનાં નામ જાહેર કર્યાં છે. તેમાં આઈજેસીનાં આઠ વિદ્યાર્થીઓના ક્રમ અને ટકાવારી આ પ્રમાણે છેઃ 1) પ્રાર્થના કુશ મહેતા (85 ટકા), 2) અક્ષય ધર્મેન્દ્ર આચાર્ય 84.29 ટકા, 3) વૈદેહી ચંદ્રકાંત ભીંડે 82.14 ટકા, 4) આહના ઉન્મેશ પટેલ 80.48 ટકા, 5) ખુશી નાનક કૃપલાની 78.45 ટકા, 7) ખુશી જીત શાહ 76.79 ટકા, :sunglasses: દ્રષ્ટિ હરેશકુમાર પંડ્યા 76.67 ટકા અને 9) દ્રષ્ટિ મુકેશકુમાર પટેલ 76.55 ટકા. યુનિવર્સિટીમાં બીએજેએમસીનાં પહેલાં 50 વિદ્યાર્થીમાં આઈજેસીનાં 17 વિદ્યાર્થીએ ડિસ્ટિંક્શન સાથે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. આઈજેસીની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન સિદ્ધાર્થ સી. પટેલે જ્વલંત દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકમંડળને અભિનંદન પાઠવ્યાં હતાં. આઇજેસીના નિયામક ડો. હરિ દેસાઈએ પણ યુનિવર્સિટીમાં ટોચના ક્રમે આવીને અને તેજસ્વી દેખાવ કરીને સંસ્થાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus