પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીને પૌત્રીની વયની સ્ત્રી મિત્ર સાથે પત્નીએ રંગેહાથ ઝડપ્યા

Tuesday 07th June 2022 16:33 EDT
 
 

આણંદ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઈલુ ઈલુ પ્રકરણમાં ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. આણંદ વિદ્યાનગર રોડ સ્થિત એક બંગલોમાં રાતે ભરતસિંહ સોલંકીને પૌત્રીની વયની યુવાન મહિલા મિત્ર સાથે રંગે હાથ ઝડપાયા છે, આ ખેલ ભરતસિંહના બીજા પત્ની રેશમા પટેલે પાડ્યો છે. જેમાં રેશમા પટેલે યુવતીના વાળ પકડીને માર માર્યો હતો.
આણંદ વિદ્યાનગર ખાતેના બંગલોમાં ભરતસિંહ 24 વર્ષીય યુવતી સાથે રૂમમમાં એકલા હતા ત્યારે જ રેશમા પટેલ ત્યાં પહોંચી ગયા હતા, ડોરબેલ મારી બારણું ખોલતાં જ સામે ભરતસિંહ અને થોડી જ વારમાં યુવતી જોવા મળી હતી, આ તબક્કે રેશમા પટેલે રોષભેર યુવતી સાથે બબાલ મચાવી વાળ પકડીને મારવા લીધી હતી, વીડિયોમાં ભરતસિંહ પોલીસ બોલાવો, પોલીસ બોલાવોની તેમના ગાર્ડને બૂમો પાડે છે, તો સામે રેશમા પટેલ કહે છે, હું બોલાવું પોલીસ.
રેશમા અને તેમની સાથેના લોકો બંગલોમાં યુવતીને મોઢું કેમેરામાં દેકાય તે માટે પ્રયત્ન કરે છે, જેમા તેઓ સફળ થાય છે. રેશમા કહે છે કે, તું મારા ધણીને લઈને બેઠી છે, તને નહિ છોડું. વીડિયોમાં રેશમા યુવતીના વાળ ખેંચીને કહે છે કે, આનો વીડિયો ઉતારો, તારું મોઢું બતાય, સામે યુવતી મોઢા પરથી હાથ ના હટે તે માટે સતત કોશિશ કરે છે.
વીડિયોમાં રેશમા કહે છે કે, તે મારો નથી થયો, તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી, મારો બાપ પણ મરી ગયો, મારા જેવી દશા તારી પણ થશે, દરમિયાન યુવતી રેશમાને આન્ટી કહીને સંબોધે છે. તો સામે રેશમા કહે છે કે, તું મને આંટી કહે છે તો તે પેલો તારો દાદો ના થયો?
ઉલ્લેખનીય છે કે, રેશમા અને ભરતસિંહ વચ્ચે છેલ્લા લાંબા સમયથી તકરાર ચાલે છે.
ભરતસિંહ સોલંકીએ યુવતીને બંગલો-ગાડી લઈ આપ્યાઃ પત્ની રેશ્મા
ભરતસિંહના બીજા પત્ની રેશમા પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાનગર રોડ ખાતે તે યુવતીને મારા પતિએ બંગલો અને ગાડી લઈ આપ્યા છે, બીજી તરફ મારી કોઈ જાતની દરકાર રાખતા નથી. કોણ એવી સ્ત્રી છે કે જે પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે જોઈ શકે, મને ન્યાય મળવો જોઈએ.
ભરતસિંહ સાથે પકડાયેલી યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી
ભરતસિંહ સોલંકી જે યુવતી સાથે રંગેહાથ પકડાઈ છે તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની ચર્ચા પક્ષમાં થઈ રહી છે. કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો.
કામચલાઉ રાજકીય વનવાસ લઉં છું, રાજકારણથી દૂર રહીશઃ ભરતસિંહ સોલંકી
‘હું કામચલાઉ રાજકીય વનવાસ લઉં છું. હાલ હું રાજકારણથી દૂર રહીશ' એવું બયાન કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજકારણમાંથી ટૂંકો બ્રેક લેવાનો મારો અંગત નિર્ણય છે. જો કે પતિ, પત્ની અને વો ના કિસ્સા પછી કોંગ્રેસનું હાઇકમાન્ડ કોઇપણ પગલાં લે તે પહેલાં તેમણે આવો નિર્ણય કર્યો છે.મને મારી પત્ની માનસિક ત્રાસ આપતી હતી. છૂટાછેડા પછી હું ત્રીજા લગ્ન કરીશ અને હાલ રાજકારણમાંથી છ મહિનાનો બ્રેક લઉં છું.
રેશ્મા પટેલ સામે
પોલીસ ફરિયાદ
કોંગ્રેસી નેતા ભરત સિંહનો પતિ,પત્ની ઔર વોનો મામલો હવે રસપ્રદ વળાંક લઇ રહ્યો છે. નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર તેમની પત્ની રેશમા પટેલ સામે હવે પોલીસમાં પહોંચી ગઇ. રિદ્ધિએ રેશમા સહિત અન્યો સામે ઘરમાં ઘૂસીનો ધમાલ મચાવવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે.
રિધ્ધિ પરમારના જણાવ્યા મુજબ ભરતસિંહ સોલંકી સામાજીક કામે તેમના ઘરે આવ્યાં હતા. રેશ્માબેન પટેલ 5 થી 10 જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બન્નેના વીડિયો મોબાઈલમાં ઉતાર્યા હતા.


comments powered by Disqus